કવિ રાજેન્દ્ર શુક્લ નો જન્મદિવસ
🖊️ 12 ઓક્ટોબર,"ગુજરાતી કવિ રાજેન્દ્ર શુકલનો"જન્મદિવસ
🖊️ પૂરું નામ: રાજેન્દ્ર આનંતરાય શુકલ
🖊️ જન્મ: 12 ઓક્ટોબર 1942ના રોજ બાટવા ગામે (જૂનાગઢ)
🖊️ માતાનું નામ: વિદ્યાબેન શુકલ
🖊️ પિતાનું નામ: અનંતરાય શુકલ
🖊️ અભ્યાસ - તેમણે અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજ ખાતે વર્ષ -1965 માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયોમાં બી.એ અને વર્ષ - 1967 માં એમ.એ.ની પદવી મેળવી હતી
🖊️ તેઓએ વર્ષ-1982 સુધી વિવિધ સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું હતું.
🖊️ તેઓ આદ્ય કવિ નરસિંહ મહેતાની કવિતાઓથી પ્રભાવિત થયા હતા.
🖊️ રાજેન્દ્ર શુકલા ના પત્ની નયના જાની ગુજરાતી કવિ યત્રી છે.
🖊️ રાજેન્દ્ર શુકલ માત્ર 20 વર્ષની વયે વર્ષ 1962માં એમનું પ્રથમ કાવ્ય"કુમારમા"પ્રગટ થયું હતું.
🖊️ એમનો પ્રથમ કાવ્યસંગ્રહ " કોમલ રિષભ " વર્ષ 1970માં પ્રકાશિત થયો હતો.
🖊️ એમના પ્રથમ કાવ્યસંગ્રહ કોમલ રિષભને રમેશ પારેખના"ક્યા"સંગ્રહ સાથે સંયુક્ત રૂપે ગુજરાત સરકારનું પારિતોષિક મળ્યું હતું.
🖊️ તેમનો બીજો સંગ્રહ"અંતર ગાંધાર"પણ ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયો.
🖊️ આ સંગ્રહને વર્ષ 1980-81 માં કવિશ્રી ન્હાનાલાલ પારિતોષિક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક પણ મળ્યું.
🖊️ વર્ષ 2005માં ગઝલ સંહિતા માટે ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.
🖊️ તેમને વર્ષ 2006માં કવિતાનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડ મળ્યો હતો.
🖊️ વર્ષ 2007માં ગઝલ સંહિતા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો.
🖊️ વર્ષ 2009માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2001 માં લેખનરત્ન અને કલાપી પુરસ્કાર મળ્યો હતો.
📖 સાહિત્ય સર્જન 📖
➡️ અવાજ જુદો
➡️ તમને ખબર નથી
➡️ ફુલ
➡️ સામાય ધસી જઇયે
➡️ ઈચ્છાની આપમેળે
➡️ ગઝલ સંહિતા
➡️ તું કોણ છે?
➡️ પગલા કુમકુમ ઝરતા
➡️ બદલું છું
➡️ ભરથરી - 1,2,3
➡️ મેં દીઠા છે
➡️ સામા ગામનું સાવ છેવાડું ખોરડું