13 ઓક્ટોબર,"ભુલાભાઈ દેસાઈ નો"જન્મદિવસ
🖊️ જન્મ: 13 ઓક્ટોબર,1877, વલસાડ
🖊️અવસાન: 6 મે 1946
🖊️ તેઓ એક જાણીતા વકીલ અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા.
➡️ અભ્યાસ : તેમણે વલસાડની આવાભાઈ શાળા અને મુંબઈની ભરડા હાઈસ્કુલમાં અભ્યાસ કર્યો હતો
➡️ તેઓએ વર્ષ-1895 મેટ્રિકની પરીક્ષા આપી અને શાળામાં પ્રથમ ક્રમાંકે રહ્યા હતા.
➡️તેઓ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં જોડાયા, ત્યાં તેમણે અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસ વિષયમાં સ્નાતકની પદવી મેળવી હતી.
🖊️ તેઓએ વર્ષ-1905મા મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના વકીલ તરીકે ભૂમિકા ભજવી હતી.
🖊️ તેઓએ એની બેસન્ટના ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ માં જોડાઈને તેમણે પોતાની રાજનૈતિક કારકીર્દી ની શરૂઆત કરી હતી.
🖊️ વર્ષ-1928ના ભારતના બંધારણના સુધારા સુચવવા આવેલા સાયમન કમિશન ના વિરોધમાં રહ્યા હતા.
🖊️ તેઓએ વિદેશી કાપડ નો બહિષ્કાર કર્યો હતો અને સ્વદેશી સભાની સ્થાપના કરી હતી.
🖊️ ભુલાભાઈ ગુજરાતની સાહિત્ય પરિષદના પ્રમુખ પદે પણ રહ્યા હતા.
🖊️ તેઓ પાસે જે સંપત્તિ હતી, તેની ભુલાભાઈ મેમોરિયલ ઇન્સ્ટટયૂટ તરીકે સ્થાપના કરવામાં આવી હતી.
➡️ તેઓનું પ્રસિદ્ધ વાક્ય:
"ગુલામોને શાસકો સામે લડવાનો અબાધિત અધિકાર છે, માનવીને ગૌરવભેર જીવવાનો અને એવું જીવન પ્રાપ્ત કરવાનો કુદરતી હક છે."