✅ *એક સરસ વિચાર*
⭕ *બ્રેક* ⭕
ફિઝિક્સના વર્ગમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું,
"આપણા વાહન માં "બ્રેક" કેમ હોય છે ?"
જુદા જુદા જવાબો મળ્યા.
"વાહનને રોકવા કરવા માટે"
"વાહનની ઝડપ ઘટાડવા માટે"
"વાહનની ટક્કર ટાળવા માટે"
વગેરે વગેરે...
*પરંતુ એક જવાબ જુદો હતો,*
"તમને ઝડપથી વાહન ચલાવવા માટે સક્ષમ બનાવવા !"
આ એક વિચાર છે.
એક ક્ષણ માની લો કે તમારા વાહનમાં કોઈ 'બ્રેક' નથી, તો તમે તમારા વાહનને કેટલી ઝડપથી ચલાવશો?
માત્ર ને માત્ર બ્રેકના કારણે જ આપણે વાહનને વેગ આપવાની હિંમત કરી શકીએ છીએ.. ઝડપથી આગળ વધવાની હિંમત કરી શકીએ છીએ.. જે સ્થાને જઈએ છીએ ત્યાં ઝડપી પહોંચી શકીએ છીએ.
જીવનના વિવિધ તબક્કે, આપણી પ્રગતિ, દિશા અથવા નિર્ણય પર આપણા માતાપિતા, શિક્ષકો, મિત્રો અને ઉપરી (બોસ) 'સવાલો' પૂછતા હોય છે.. આપણે તેમને 'અડચણ' માનીએ છીએ અથવા આવા સવાલોને આપણા ચાલુ કાર્ય માટે "બ્રેક" માનીએ છીએ.
પરંતુ યાદ રાખો કે, *આવા સવાલો (બ્રેક) ને કારણે જ તમે જ્યાં છો, ત્યાં પહોંચ્યા છો, સ્થાપિત થયા છો. "બ્રેક" વિના તમે દિશા ગુમાવી શકો છો અથવા કમનસીબ અકસ્માતનો ભોગ બની શકો છો.*
હું મારી બધી કિંમતી "બ્રેક" માટે ઉંડાણપૂર્વક અને નિષ્ઠાપૂર્વક આભારી છું !
*આપણી બ્રેક :*
🔸 માતા-પિતા
🔸 ભાઈ-બહેન
🔸 જીવનસાથી
🔸 શિક્ષક
🔸 મિત્ર
🔸 હિતેચ્છુ
ચાલો આપણે જીવનમાં "બ્રેક" ની પ્રશંસા કરીએ, તેના વિના આપણે ત્યાં ના હોત, જ્યાં આજે છીએ.
🥏