ગુજરાત વિદ્યાપીઠ
➡️ 18 ઓક્ટોબર ગુજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસ તરીકે ઉજવાય છે.
➡️ સ્થાપના - 18 ઓકટોબર 1920
➡️ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણના પ્રચાર અર્થે નવયુવાનોમાં દેશભક્તિ અને સદચરિત્રના ચિંતન માટે કરી હતી.
➡️ ગયું વર્ષ (2020) ગુજરાત વિદ્યાપીઠનું શતાબ્દી વર્ષ હતું.
➡️ ગુજરાત વિદ્યાપીઠ ની શરૂઆત અમદાવાદમાં કોચરબ આશ્રમની પાછળ ડાયાભાઈ મહેતેના બંગલાની પાછળ થઈ હતી.
➡️ ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ મહાત્મા ગાંધી હતા અને જીવંત પર્યંત તેઓ રહ્યા હતા.
➡️ તેમના પછી સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને મોરારજી દેસાઈ જેવા મહાનુભાવોએ પણ કુલપતિ તરીકેની સેવા આપી હતી.
➡️ હાલમાં કુલપતિ - ડૉ. ઇલાબેન ભટ્ટ
➡️ ઉપકુલપતિ - ડૉ. અનામિકા શાહ
➡️ ગુજરાત વિદ્યાપીઠનું સુત્ર - "સા વિદ્યા યા વિમુક્તયે"