ભગતસિંહ નો જન્મદિવસ
જમાને ભરમે મિલતે હૈ આશિક કયી,
મગર વતન સે ખૂબસૂરત કોઈ સનમ નહીં હોતા...|
નોટો મે ભી લીપટકર મરે હૈ કયી,
મગર તિરંગે સે ખૂબસૂરત કોઈ કફન નહીં હોતા...||
🖊️ 28 સપ્ટેમ્બર સપ્ટેમ્બર " શહીદ-એ-આઝમ " તરીકે ઓળખાતા ભગતસિંહ નો જન્મદિવસ.
🖊️ જન્મ - 28 સપ્ટેમ્બર 1907 ( લાયલપુર, પંજાબ )
🖊️ અવસાન - 23 માર્ચ 1931 ( 23 વર્ષની વયે લાહોર )
🖊️ પિતાનું નામ - કિશનસિંહ
🖊️ માતાનુ નામ - વિદ્યાવતી
🖊️ અભ્યાસ - લાહોરની ડી.એ.વી હાઈસ્કૂલમાં
🖊️ વ્યવસાયે તેઓ એક જાટ ખેડૂત હતા.
🖊️ ભારતના સ્વતંત્રતા આંદોલનના ઈતિહાસમાં ભગતસિંહનુ નામ અગ્રસ્થાને છે.
🖊️ તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિદ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષક નો પ્રભાવ પડ્યો હતો.
🖊️ વર્ષ 1920માં અસહકાર ચળવળ શરૂ થઈ અને જે ફેબ્રુઆરી ૧૯૨૨ સુધી મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ ચળવળ ચાલી હતી તેમાં ભગતસિંહ કોલેજનું શિક્ષણ છોડ્યું હતું.
🖊️ ભગતસિંહ 8 એપ્રિલ 1929માં દિલ્હીમાં કેન્દ્રિય ધારાસભામાં બોમ્બ ફેંક્યો હતો.
🖊️ તેઓ જતિન્દ્ર નાથ દાસ પાસે બોમ્બ બનાવતા શીખ્યા હતા.
🖊️ તેઓએ અર્જુન તથા પ્રતાપ નામના સામયિકમાં પણ કામ કર્યું હતું.
🖊️ ભગતસિંહ જ્યારે લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો.
🖊️ વર્ષ 1925માં નવભારત સભા ની સ્થાપના કરી હતી, જેથી તેમને સુખદેવ, યશપાલ, ભગવતીચરણ, ચંદ્રશેખર આઝાદ, જતિન્દ્ર નાથ દાસ જેવા વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો હતો.
🖊️ ભગતસિંહ,શિવરામ,રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સ હત્યાનો આરોપ લાગ્યો હતો.
🖊️ લાલા લજપતરાય પર લાઠી ચાર્જ અને પછી તેમના દેહાંત થી સમસમી ઉઠેલા ભગતસિંહ અને તેમના સાથીદારોએ આ અધિકારીને 17મી ડિસેમ્બર 1928ના રોજ ઠાર કર્યા હતા.
🖊️ તે પછી ભગતસિંહે 1929માં 8 એપ્રિલે ધારાસભા પર બોમ્બ ફેક્યો હતો, જેથી તેઓ પકડાયા અને પછી કેસ ચાલ્યો હતો.
🖊️ વર્ષ 1930માં 7 મી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી.
🖊️ વર્ષ 1931માં નક્કી થયા મુજબ 24 મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
🖊️ પરંતુ તેનો સમગ્ર દેશમાં ચર્ચા અને વ્યાપક પ્રમાણે વિરોધ થયો હતો.
🖊️ તેથી સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા જ 23 માર્ચે ની સાંજે આ ત્રણેયને ફાંસી આપી દીધી હતી.
🖊️ તેમણે લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતા પહેલા ઈન્કલાબ જિન્દાબાદ ની વીર ગર્જનાઓ કરી હતી.
🖊️ ફાંસી આપ્યા બાદ ચૂપચાપ ઉતાવળે પગલે સતલજ નદીના કિનારે હુસૈનીવાલા ફિરોજપુર માં અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.