ભારતીય વાયુસેના દિવસ
➡️ 8 ઓકટોબર "ભારતીય વાયુસેના દિવસ" તરીકે ઉજવવામાં આવે છે
➡️ ભારતીય વાયુ સેના ની સ્થાપના - બ્રિટિશ સરકાર દ્વારા 8 ઓક્ટોબર 1932ના રોજ કરવામાં આવી હતી.
➡️ આ વર્ષે વાયુસેનાનો 89 મો સ્થાપના દિવસ છે
➡️ ભારતીય વાયુ સેનાએ સૌપ્રથમ વખત વાઝિરીસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો.
➡️ આ ઉપરાંત દ્વિતીય વિશ્વયુદ્ધ, ભારત ચીન યુદ્ધ, ઓપરેશન કેકટસ, ઓપરેશન વિજય, કારગિલ યુદ્ધ, કોંગો કટોકટી, ઓપરેશન પવન, ઓપરેશન મેઘદૂત વગેરે યુદ્ધમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
➡️ આ દિવસની ઉજવણી પૂરા દેશમાં આવેલ વિવિધ હવાઈમથક પર લશ્કરી પરેડ દ્વારા ભારે ઉત્સાહ અને ગૌરવથી થાય છે.
➡️ ભારતીય વાયુસેનાનું આદર્શ વાક્ય - નભ: સ્પૃશં દિપ્ત્મ્
(ગૌરવ સાથે આકાશની ઉડાન ભરો)
📝 ભારતીય વાયુ સેનાનું મુખ્યાલય : ન્યુ દિલ્હી
📝 ભારતીય નૌકા સેનાના પ્રમુખ: એડમિરલ કરમબીર સિંહ
📝 ભારતીય વાયુ સેનાના પ્રમુખ: એર ચીફ માર્શલ વી. આર. ચૌધરી
📝 ભારતીય આર્મી ના પ્રમુખ: જનરલ મનોજ મુકુંદ નરવણે
📝 ભારત ના રક્ષા પ્રમુખ ( CDS): બિપિન રાવત
(આ હોદ્દો ધારણ કરનાર પ્રથમ વ્યક્તિ)
📖 CDS: ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ
📝 ભારતીય વાયુ સેના દિવસ: 8 ઓક્ટોબર
📝 ભારતીય થલસેના દિવસ: 15 જાન્યુઆરી
📝 ભારતીય નૌસેના દિવસ: 4 ડિસેમ્બર