બાલ રક્ષા કીટ | Bal Raksha Kit

 બાલ રક્ષા કીટ



📝 આ કીટમાં શું છે?

➡️ આ પ્રોજેકશન કિટમાં તુલસી, ગિલોય, મૂલેઠી,તજ અને સુકા દ્રાક્ષ ની બનેલી સીરપ હોય છે, જેમાં અદભુત ઔષધીય ગુણ હોય છે.

➡️ આ કિટમાં અણુતેલ અને ચ્યવનપ્રાશ નો પણ સમાવેશ થાય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.


📝 કેમ વિકસાવી આ કીટ ?

➡️ બાલ રક્ષા કીટ રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે.

➡️ આ કીટ કોરોનાવાયરસ રોગ ની ત્રીજી લહેર ને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે.

➡️ કોવિડ - 19 ચેપથી 16 વર્ષ સુધીના બાળકોને બચાવવા માટે તે પ્રતિરક્ષા વધારવાની કીટ છે.


📝 આ કીટ ક્યારે આપવામાં આવશે?

➡️ તાજેતરમાં AIIA એ બાલ રક્ષા કીટ વિકસિત કરી છે.

➡️ 2 નવેમ્બર 2021 ના રોજ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે લગભગ 10 હજાર કીટ નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.


📝 AIIA શું છે?

➡️ AIIA આયુષ મંત્રાલય હેઠળ આયુર્વેદ માટે સર્વોચ્ચ સંસ્થા છે.

➡️ તેનો હેતુ આયુર્વેદના પરંપરાગત વિજ્ઞાન અને આધુનિક સાધનો અને ટેકનોલોજી વચ્ચે સુમેળ લાવવાનો છે.

➡️ આ સંસ્થાની સ્થાપના આયુર્વેદની વિવિધ વિદ્યાશાખાઓમાં અનુસ્નાતક અને ડોક્ટરલ અભ્યાસક્રમો આપવા માટે કરવામાં આવી હતી.

➡️ AIIA નું પૂરું નામ - ALL INDIA INSTITUTE OF AYURVEDA

➡️ AIIA નું ધ્યેયવાક્ય - સર્વે સંતુ નિરામયા:

➡️ AIIA ની સ્થાપના - 2015

➡️ AIIA નું હેડક્વાર્ટર - ન્યુ દિલ્હી



🖊️ આ કીટ આયુષ મંત્રાલય ની કડક માર્ગદર્શિકા હેઠળ વિકસાવવામાં આવી છે,જ્યારે તેને ઉત્તરાખંડમાં ઇન્ડિયન મેડિસિન ફાર્માસ્યુટીકલ કોર્પોરેશન લિમિટેડ(IMPCL) દ્વારા બનાવવામાં આવી છે.


Previous Post Next Post

એક વિચાર | ek vichar