World Cotton Day | વિશ્વ કોટન દિવસ

વિશ્વ કોટન દિવસ



🖊️ 7 ઓક્ટોબર વિશ્વ કોટન દિવસ તરીકે ઉજવાય છે.

🖊️ વિશ્વ કોટન દિવસ WTO(World Trade organisation) દ્વારા ઉજવવામાં આવે છે.

➡️ WTO નું પૂરું નામ - World Trade organisation
➡️ WTO નું મુખ્યાલય - જીનીવા
➡️ WTO ની સ્થાપના - વર્ષ 1995માં GATT ના સ્થાન પર કરવામાં આવી હતી.
➡️GATT નું પુરુ નામ - General Agreement On Tariffs and Trade

🖊️ WTO એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે વિશ્વ વ્યાપાર થી સંકળાયેલા નિયમો બનાવે છે,એ આંતરરાષ્ટ્રીય વેપાર પર દેખરેખ રાખવા અને તેના ઉદારીકરણ માટે તેના સ્થાપકો દ્વારા રચવામાં આવેલું છે.

🖊️ વિશ્વ કોટન દિવસ ઊજવવાની શરૂઆત કોટન કિંગ તરીકે ઓળખાતા મનીષ ડાગાએ કરી હતી.

🖊️ કપાસનું ઉત્પાદન વિશ્વના 75 દેશોમાં કરવામાં આવે છે.

🖊️ કપાસ નો સૌથી મોટો ઉત્પાદક દેશ ચીન છે,ચીન બાદ સૌથી મોટા ઉત્પાદક દેશોમાં ભારત, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોનો સમાવેશ થાય છે.

🖊️ કપાસની ગોસીપીયમ હીરસુટમ જાત સામાન્ય રીતે અમેરિકન કપાસ થી ઓળખાય છે.

🖊️ ડૉ. સી.ટી પટેલે કપાસની શંકર-4 જાત ની શોધ કરી હતી.

🖊️ ઉત્તમ પ્રકારના કપાસ માટે ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ
 જાણીતો છે.

🖊️ ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થાને કપાસ સંશોધન કેન્દ્ર આવેલું છે.

🖊️ કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્ર નાગપુર ખાતે આવેલું છે.

🖊️ કપાસના પાક માટે 21ડીગ્રી થી 25ડિગ્રી સેલ્સિયસ તાપમાન અનુકુળ છે.

🖊️ કપાસના પાકમાં મેગ્નેશિયમ ની ઉણપને કારણે તેના પાન લાલ થવા લાગે છે.

🖊️ કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે.



Previous Post Next Post

એક વિચાર | ek vichar