યુસુફ મેહર અલી મર્ચન્ટ નો જન્મદિવસ
🖊️ જન્મ : 23 સપ્ટેમ્બર 1903 ભદ્રેશ્વર ગામ (કચ્છ)
🖊️ અવસાન : 2 જુલાાઇ 1950
🖊️ અભ્યાસ : અર્થશાસ્ત્ર (એલફિન્સટન કોલેજ,મુંબઈ)
🖊️ તેઓ એક સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક અને રાજનેતા હતા.
🖊️ તેઓને અભ્યાસકાળ દરમિયાન નાટકમાં મૌલાના આઝાદ નું પાત્ર ભજવવા બદલ જેલમાં જવું પડ્યું હતું.
🖊️ તેઓએ મુંબઈમાં અભ્યાસ દરમિયાન યંગ ઇન્ડિયા સોસાયટી નામની સંસ્થા ઊભી કરીને પ્રજા જાગૃતિનો કાર્ય શરૂ કર્યું હતું.
🖊️ મુંબઈ યુથ લીગ અને સોશિયાલિસ્ટ પાર્ટીના તેઓ સ્થાપક હતા.
🖊️ તેઓ વર્ષ 1929માં વકીલાત પૂરી કરી રાષ્ટ્રનીતિ માં સક્રિય થયા હતા.
🖊️ સવિનય કાનૂન ભંગ આંદોલન દરમિયાન તેઓ વર્ષ 1930- 32 દરમિયાન જેલમાં પણ ગયા હતા.
🖊️ તેઓ સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન આઠ વખત જેલમાં ગયા હતા.
🖊️ તેઓ અખિલ હિંદ વિદ્યાર્થી પરિષદ અને મુંબઈ કોર્પોરેશનના પ્રમુખ પણ બન્યા હતા.
🖊️ વર્ષ 1942માં ભારત છોડો આંદોલન ના નામનું સૂચન તેમજ તેમાં મહત્વનું યોગદાન પણ તેમણે આપ્યું હતું.
🖊️ તેમણે ભારત છોડો અને સાયમન ગો બેક નો નારો આપ્યો હતો.
🖊️ ભારતની આઝાદી બાદ વર્ષ 1949 માં તેઓ વિધાનસભામાં ચૂંટાયા અને મૃત્યુ પર્યંત વિધાનસભ્ય રહ્યા હતા.
🖊️ યુસુફ મેહર અલી નું પુસ્તક - લીડર ઓફ ઇન્ડિયા