મેડમ ભિખાઈજી કામા નો જન્મદિવસ
🖊️ જન્મ : 24 September 1861 (મુંબઈ)
🖊️ અવસાન : 13 August 1936 (મુંબઈ)
🖊️ વતન : નવસારી
🖊️ હુલામણું નામ : મુન્ની
🖊️ પિતાનું નામ : સોરાબજી ફરામજી પટેલ
🖊️ માતાનું નામ : જીજીબાઈ
🖊️ પતિનું નામ : રુસ્તમ કામા
🖊️ 24 સપ્ટેમ્બર મહિલા અધિકારોની બુલંદ અવાજ ગણાતા ભીખાઇજી કામાનો જન્મદિવસ.
🖊️ તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સગ્રામના પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા.
🖊️ ભીખાઈજી કામાએ એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.
🖊️ વર્ષ 1902 માં યુરોપ ગયા અને પેરિસ માં ક્રાંતિકારી પ્રવુતિ સાથે જોડાયેલા રહ્યા.
🖊️ જીનીવા ખાતે મેડમ કામા ની મુલાકાત બે ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણા સાથે થઈ હતી.
🖊️ બંને ક્રાંતિકારીઓ ના સહયોગ થી વિદેશ માં રહી વતન ની આઝાદી માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા.તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા અભિનવ ભારત નો શુુુુભાારંભ કરાવાયો હતો.
🖊️ તેઓએ વર્ષ 1905 માં વંદે માતરમ્ અખબારની શરૂઆત જીનીવા થી કરી હતી.
🖊️ તેમણે મદની કી તલવાર નામનું એક સામયિક પણ શરુ કર્યું હતું.
🖊️ 1907માં જર્મનીના સ્ટુટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં તેમણે ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
🖊️ આ ધ્વજમાં સૂર્ય, ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ વચ્ચે દેવનાગરી લિપિમાં વંદે માતરમ લખ્યુ હતું.
🖊️ 1962 માં તેમની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.
🖊️ ક્રાંતિકારીઓ તેમને ભારતીય ક્રાંતિની માતા તરીકે ઓળખતા હતા.
🖊️ તેમના અવસાન સમયે તેઓના છેલ્લા શબ્દો વંદે માતરમ્ હતા.
📝સંબંધિત મુદ્દા 📝
➡️ ભારતમાં ત્રિરંગો ઝંડો લહેરાવવા નો પ્રથમ અવસર ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુના ફાળે જાય છે.
➡️ 22 જુલાઈ રાષ્ટ્રીય ઝંડા અંગીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
➡️ દેશ આઝાદ થયા બાદ બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નેહરુએ 22 જુલાઈ 1947ના રોજ વર્તમાન ત્રિરંગા ધ્વજને અને રાષ્ટ્રીય ધ્વજ તરીકે જાહેર કર્યો હતો.