ગુરુનાનક નો નિર્વાણ દિવસ
ગુરુ નાનક |
🖊️ જન્મ : 15 નવેમ્બર 1469 ( પાકિસ્તાનના તલવંડી ગામમાં )
🖊️ અવસાન : 22સપ્ટેમ્બર 1539 ( કરતારપુર પાકિસ્તાન )
🖊️ પિતાનું નામ : કલ્યાણદાસ ખત્રી
🖊️ માતાનું નામ : ત્રિપ્તાદેવી
🖊️ ગુરુ નાનકનો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો.
🖊️ તેમનુ જન્મ સ્થળ તલવંડી ગામ આજે નનકાણાસાહેબ તરીકે ઓળખાય છે.
🖊️ ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ હતા.
🖊️ તેમણે પોતાના શિષ્ય ભાઈ લાહનાને વારસદાર તરીકે જાહેર કર્યા હતા,આ શિષ્ય પછીથી ગુરુ અંગદદેવ તરીકે જાણીતા થયા અને આ ગુરુ અંગદદેવ શીખ ધર્મના બીજા ગુરુ બન્યા હતા.
🖊️ ગુરુનાનક નો મુખ્ય ઉપદેશ : કિરત કરો, પરિશ્રમ કરીને જ કમાઓ, વહેંચીને ખાઓ અને જરૂરિયાતવાળા ને દાન કરો, નામ જપો અને પ્રભુભક્તિ કરો, સત્કર્મ કરો, ઈશ્વર એક છે આપણે સૌ તેમના સંતાન છીએ સમગ્ર જીવસૃષ્ટિ પ્રાણીમાત્ર પ્રત્યે દયાભાવ રાખો,સાદું અને પવિત્ર જીવન જીવો...
🖊️ તેઓનો સંદેશ ગુરુવાણી તરીકે ઓળખાય છે.
🖊️ તેમની એક જાણીતી પંક્તિ છે, " રામકી ચીડિયા રામ કા ખેત ખાલે ચીડીયા ભર ભર પેટ. "
" હું નથી હિન્દુ કે નથી મુસ્લિમ. હું ઈશ્વરનો અનુયાયી છું "
" અવિગતિ નિરમૈલી ઉપજે નિરગુણ તે સગુણ થીયા "
🖊️ ગુરુ નાનક કબીરને ગુરુ માનતા હતા.
🖊️ ગુરુ નાનકનુ અવસાન 22 સપ્ટેમ્બર 1539 પાકિસ્તાનના કરતારપુરમા થયું હતું.
🖊️ 22 સપ્ટેમ્બરને ગુરુનાનક પુણ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
🖊️ ગુરુ નાનક ની સમાધી કરતારપુર માં આવેલી છે,કરતારપુર પાકિસ્તાન માં આવેલ છે.
📖 શીખ ધર્મના સ્થાપક : ગુરુ નાનક
📖 ઉદગમ સ્થળ : પંજાબ (ભારત)
📖 ધર્મગ્રંથ : ગ્રંથસાહિબ
📖 ધર્મસ્થાન : ગુરુદ્વારા