➡️💊વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ💊⬅️
📝 25 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ વિશ્વના તમામ ભાગોમાં આરોગ્ય સુધારવામાં ફાર્માસિસ્ટની ભૂમિકાને પ્રોત્સાહન અને હિમાયત કરતી પ્રવૃત્તિઓનું આયોજન કરવાની તેમની પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.
દિવસ - વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ
શરૂઆત - 2009
તિથિ- 25 સપ્ટેમ્બર
ઉદ્દેશ - દુનિયાભરના ફાર્માસિસ્ટને સન્માન આપવા તથા તેમના યોગદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા.
થીમ - PHARMACY : ALWAYS TRUSTED FOR YOUR HEALTH [ફાર્મસી: હંમેશા તમારા સ્વાસ્થ્ય માટે વિશ્વાસપાત્ર] (2021)
➡️ આંતરરાષ્ટ્રીય ફાર્માસિસ્ટ દિવસ ક્યારે અને શા માટે મનાવવામાં આવે છે?
🖊️ 2009થી પ્રતિવર્ષ 25 સપ્ટેમ્બરના રોજ સ્વાસ્થ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા વાળા ફાર્માસિસ્ટ ને સમર્પિત આ દિવસ તેમને સન્માન આપવા તથા તેમના યોગદાનને ઉજાગર કરવાના હેતુથી world pharmacist day ના રૂપે મનાવવામાં આવે છે.
🖊️ તેની શરૂઆત આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ફેડરેશન (FIP), ફાર્માસિસ્ટ અને ફાર્માસ્યુટિકલ વૈજ્ઞાનિકોના રાષ્ટ્રીય સંગઠનોનું વૈશ્વિક મહાસંઘ, 25 સપ્ટેમ્બર, 1912 ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું.
🖊️ 2009 માં તુર્કીના ઇસ્તંબુલમાં FIP કાઉન્સિલે 25 સપ્ટેમ્બરે ફાર્માસિસ્ટ દિવસ મનાવવાનું સૂચન કર્યું હતું, કારણ કે આ દિવસે FIP અસ્તિત્વમાં આવ્યું.
🖊️ તેથી 25 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરીએ છીએ. દર વર્ષે FIPના સભ્યો આંતરરાષ્ટ્રીય ફાર્માસિસ્ટ દિવસમાં ભાગ લઈને ફાર્માસિસ્ટની પ્રવૃત્તિઓ વિશેની લોકોમાં જાગૃતિ વધારે છે.
➡️ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસનું મહત્વ
🖊️ સ્વાસ્થ્ય વિભાગમાં ફાર્માસિસ્ટ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. સ્વાસ્થ્ય વિભાગ માં સુધારો કરવા તથા તેનો વિકાસ કરવામાં તેની મહત્ત્વની ભૂમિકા છે.
🖊️ આજે આપણે સ્વસ્થ છીએ તેના પાછળ તેમનુ યોગદાન છે એટલા માટે તેમને વિશ્વભરમાં સન્માનિત કરવા માટે એક ખાસ દિવસ હોવો જરૂરી છે.
🖊️ ફાર્માસિસ્ટ અથવા કેમિસ્ટનુ નામ સાંભળી તરત જ તમને દુકાન પર દવા આપવા વાળો વ્યક્તિ ધ્યાનમાં આવશે, તે સતત ઊભા પગે રહી દવા આપતો હોય છે તે લાંબા સમય સુધી કામ કરવા માટે સક્ષમ હોય છે તેને ડોક્ટર જેટલો સમય બેસવા માટે મળતો નથી.
🖊️ એક કાબીલ ફાર્માસિસ્ટ ટેબ્લેટ, કેપ્સુલ, ડ્રોપ્સ,ઈન હીલર, લિક્વિડ અને ઇન્જેક્શન વિશે જાણતો હોય છે તથા તેને અલગ-અલગ દવાઓ એકબીજા સાથે શું પ્રતિક્રિયા આપશે તેની પણ જાણકારી હોય છે.
📝 અમારા અને તમારા સ્વસ્થ જીવન ના મૂળ સૂત્ર ડોક્ટર ની સાથે ફાર્મસિસ્ટ પણ છે એટલા માટે આપણે ડોક્ટરોની સાથે ફાર્માસિસ્ટનું પણ સન્માન કરવું જોઈએ અને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ને સન્માન અને ઉત્સાહની સાથે મનાવવો જોઈએ.