Dr.Manmohansingh | ડૉ. મનમોહનસિંહ | 26 September,

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નો જન્મદિવસ





🖊️ જન્મ - 26 સપ્ટેમ્બર 1932 પાકિસ્તાન ના પંજાબ પ્રાંતમાં
🖊️ તેઓ ભારતના 15મા વડાપ્રધાન હતા.
🖊️ તેવો એક કુશળ રાજનેતા હોવાની સાથે-સાથે અર્થશાસ્ત્રી,વિદ્વાન અને વિચારક પણ છે.
🖊️ અભ્યાસ - પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક તથા અનુસ્નાતક નો અભ્યાસ પૂરો કર્યો.
- કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય માંથી પીએચ.ડી.ની પદવી મેળવી.

🖊️ તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રધ્યાપક રહ્યા.

🖊️ વર્ષ 1971માં ડોક્ટર મનમોહનસિંહની ભારતના નાણા મંત્રાલય આર્થિક સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવી.

🖊️ તેઓ વર્ષ 1991 થી 1996 સુધી ભારતના નાણામંત્રી રહ્યા હતા.

🖊️ તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યા.
UNCTAD - UNITED NATION CONFERENCE ON TRADE AND DEVELOPMENT.

🖊️  વર્ષ 1987 તથા 1990 માં જીનીવામાં સાઉથ કમિશનના સચિવ પણ રહ્યા હતા.

🖊️  તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ અને વર્ષ 1982-85 માં ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે પણ સેવાઓ આપી હતી.
🖊️ તેઓ વર્ષ 1982 બાદ સાઉદી અરબની યાત્રા કરનારા પહેલા વડાપ્રધાન બન્યા હતા.

🖊️ ડોક્ટર મનમોહનસિંહ નું પુસ્તક - INDIA'S EXPORT TRENDS AND PROSPECTS FOR SELF-SUSTAINED GROWTH

🏅 પુરસ્કાર🏅

🖊️ વર્ષ  1987 -  પદ્મવિભૂષણ પુરસ્કાર

🖊️ વર્ષ 1955 -  ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસનો જવાહરલાલ નેહરુ પુરસ્કાર

🖊️ વર્ષ 1993 અને 1994 - એશિયા મની એવોર્ડ ફોર ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર

🖊️ વર્ષ 1956 - કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય નો એડમ સ્મિથ પુરસ્કાર.

Previous Post Next Post

એક વિચાર | ek vichar