• ઉચ્છંગરાય ઢેબર નો જન્મદિવસ
🖊️ જન્મ : 21 સપ્ટેમ્બર 1905 ગંગાજળા (જામનગર)
🖊️ મરણ : 11 માર્ચ 1977
🖊️ પુરુ નામ : ઉચ્છંગરાય નવલશંકર ઢેબર
🖊️ તેઓ ભારતના એક સ્વતંત્ર સેનાની હતા અને એક બાહોશ વકીલ હતા તેઓ વકીલાતનો વ્યવસાય છોડીને જાહેર જીવનમાં આવ્યા હતા.
🖊️ તેઓએ જૂનાગઢનો પ્રશ્ન ઉકેલવા માટે આરઝી હકૂમતની રચનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
🖊️ ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ વર્ષ 1948ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.
🖊️ ત્યારબાદ તેઓ અખિલ હિંદ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને જીવનના અંત સુધી રાષ્ટ્રની સેવા કરી હતી.
🖊️ રાજકોટ શહેરના વિમાન મથક નું નામ પણ એમના નામ પરથી જ રાખવામાં આવ્યું છે.
🖊️ ઉચ્છંગરાય ઢેબર પોતાના ટૂંકાગાળાના શાસન દરમિયાન જમીનદારી નાબૂદી નુ અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું, તેમજ " ખેડે તેની જમીન " સૂત્ર આપ્યું હતું.
🖊️ ઉચ્છંગરાય ઢેબર ને વર્ષ 1973 માં પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત થયો હતો.
🖊️ દેવેન્દ્રભાઈ દેસાઈએ તેમના નામે એક પુસ્તક લખ્યું છે.
" સૌરાષ્ટ્રના ઘડવૈયા : ઢેબરભાઈ "