• રમણલાલ દેસાઈ
"20 September રમણલાલ દેસાઈ નો નિર્વાણ દિન"
🖊️ જન્મ : 12 મે 1892 શિનોર (વડોદરા)
🖊️ મરણ : 20 સપ્ટેમ્બર 1954 વડોદરા
🖊️પૂરું નામ : રમણલાલ વસંતલાલ દેસાઈ
🖊️ વતન : કલોલ ( પંચમહાલ )
🖊️ બિરુદ : યુગમુર્તિ વાર્તાકાર ( વિશ્વનાથ ભટ્ટ દ્વારા મળેલું )
🔎 નમસ્કાર વાચકમિત્રો,🙏
ચાલો આપણે તેમના વિશે કેટલીક મહત્વની વાતોને જાણીએ.
🖊️ રમણલાલ દેસાઈએ પોતાની કારકિર્દી શિક્ષક તરીકેની નોકરી થી શરૂ કરી હતી.
🖊️ રમણલાલ દેસાઈ ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને કવિ હતા.
🖊️ તેઓ ગુજરાતી નવલકથાકારો કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુના સમકાલીન હતા, તેઓ ગાંધીયુગીન કવિ હતા.
🖊️ તેમણે મુલકી ખાતામાં જોડાઈ ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ નોકરી કરી હતી પરંતુ તેમને સાચી ઓળખ તો તેમના સાહિત્ય સર્જન એ જ અપાવી હતી.
🖊️ મુલકી અમલદારની નોકરી દરમિયાન તેમણે ગામડાના લોકો નું જીવન નજીકથી નિહાળ્યું હતું,ગામડાના અનુભવોને આધારે તેમણે ગ્રામલક્ષ્મી નવલકથાનું સર્જન કર્યું જેને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
🖊️ તેઓ એક સામાયિક પ્રકાશિત કરતા હતા જેનું નામ દેશભક્ત હતું.
🖊️ તેમણે પોતાના લેખન કાર્યની શરૂઆત સંયુક્તા નાટક દ્વારા કરી હતી.
🖊️ તેમની પ્રથમ નવલકથા ઠગ ગુજરાતી સામયિક "નવગુજરાત"માં હપ્તાવાર પ્રકાશિત થઇ હતી.
🖊️ તેમણે કુલ 27 નવલકથાઓ લખી છે.
🖊️ તેમણે પોતાની નવલકથા,નવલિકા અને નાટકોમાં ખુબ જ સરસ અને આબેહૂબ લોકજીવન અને લોકહૃદયના ભાવોનું આલેખન કર્યું છે,તેઓ "કલા ખાતર કલા નહીં પરંતુ જીવન ખાતર કલા" સિદ્ધાંતને માનતા હતા.
🖊️ 1932માં ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો.તેમની નવલકથા દિવ્યચક્ષુ માટે તેમને હરગોવિંદદાસ કાંટાવાલા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
📝 સાહિત્ય સર્જન📝
📖 નવલકથાઓ :
🖊️ શિરીષ
🖊️ હૃદયનાથ
🖊️ ગ્રામ લક્ષ્મી ભાગ 1 થી 4
🖊️ સ્નેહ યજ્ઞ
🖊️ આંખ અને અંજન
🖊️ ઝંઝાવાત ભાગ 1-2
🖊️ જીવન અને સાહિત્ય ભાગ 1-2
🖊️ ભારતીય સંસ્કૃતિ
🖊️ મારું જીવન અને કાર્યક્ષેત્ર
🖊️ જયંત
🖊️ ભારેલો અગ્નિ (1857ના વિપ્લવનુ વર્ણન)
🖊️ દિવ્યચક્ષુ (ગાંધીયુગનું વિશેષ પ્રતિબિંબ ગાંધીયુગની તેમની નવલકથા)
🖊️ કોકિલા
🖊️ ક્ષિતિજ
🖊️ પૂર્ણિમા
🖊️ બંસરી (જાસુસી નવલકથા)
📝 નવલિકા
🖊️ સતી અને સ્વર્ગ
🖊️ હીરાની ચમક
🖊️ ધબકતા હૈયા
🖊️ ઝાકળ
🖊️ કાંચન અને ગેરુ
🖊️ ખરી માં
📝 નાટકો
🖊️ સંયુક્તા
🖊️ શમણા
🖊️ શક્તિહૃદય
📝 કાવ્યસંગ્રહ
🖊️ શમણાં
🖊️ નિહારિકા
📝 ચરિત્ર
🖊️ મહારાણા પ્રતાપ
🖊️ નાના ફડનવીસ
🖊️ માનવ
🖊️ સૌરભ
📝 રમણલાલ દેસાઈ ની આત્મકથા
🖊️ મધ્યાહ્નના મૃગજળ
🖊️ ગઈકાલ