Online Education |
ઓનલાઇન શિક્ષણ
• ઓનલાઇન શિક્ષણ એટલે સ્માર્ટ ફોન, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ વગેરેમાંથી કોઈ એકનો ઉપયોગ કરી મેળવવામાં આવતું શિક્ષણ.
• ઓનલાઇન શિક્ષણથી બાળકો ઘરે રહીને શિક્ષણ મેળવી શકે છે, ઓનલાઇન શિક્ષણની પૂર્વશરત રૂપે ઇન્ટરનેટ હોવું જરૂરી છે, જો ઇન્ટરનેટ નથી તો ઓનલાઇન શિક્ષણ મેળવી શકાતું નથી.
• ઓનલાઇન શિક્ષણ મેળવવા અત્યારે ઘણા બધા માધ્યમો ઉપલબ્ધ છે જેવા કે google meet, google classroom, Google duo, microsoft team વગેરે જેવી એપ નો ઉપયોગ કરી બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે.
• કોરોના મહામારીમાં શિક્ષણ કાર્ય બંધ ના રહે તે માટે ઓનલાઇન શિક્ષણ પદ્ધતિ ઘરે-ઘરે શિક્ષણ પહોંચાડવા માટે એક સારો વિકલ્પ બની રહી છે.
ઓનલાઇન શિક્ષણ ના ફાયદા :
~ ઘરે બેસી શિક્ષણ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ માધ્યમ એટલે ઓનલાઈન શિક્ષણ છે ઓનલાઇન શિક્ષણમાં બાળકો તાસ ને રેકોર્ડિંગ કરીને બીજી વાર તેને સાંભળી શકે છે, જેથી તેઓ પોતાની સમસ્યાનું જાતે જ નિરાકરણ લાવી શકે છે.તેમજ પોતાના અભ્યાસ નું પુનરાવર્તન પણ કરી શકે છે.
~ ઓનલાઇન શિક્ષણથી સમય અને ખર્ચ બંનેની બચત થાય છે, ઓનલાઇન શિક્ષણથી શાળા કે કોલેજમાં જવા આવવાનો સમય બચાવી શકાય છે સાથે તેના માટે થતો ખર્ચ પણ બચાવી શકાય છે. બચેલા સમય અને ખર્ચ નો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરી શકાય છે.
~ ઓનલાઇન શિક્ષણથી ઘરે બેઠા કોઈપણ કોર્સ કરી શકાય છે, ઓનલાઇન શિક્ષણથી વિદેશ ની શિક્ષા પણ મેળવી શકાય છે અને ત્યાં રહેવાનો ખર્ચ બચાવી શકાય છે.
~ ઓનલાઇન શિક્ષણથી ઘરે બેઠા પરિવારની સાથે રહી શિક્ષણ લઇ શકાય છે.
આમ, ઓનલાઇન શિક્ષણ ના ઘણા બધા ફાયદાઓ છે.
ઓનલાઇન શિક્ષણ ના ગેરફાયદા :
~જેવી રીતે સિક્કાની બે બાજુ હોય છે તેવી જ રીતે ઓનલાઇન શિક્ષણના પણ બે પાસાઓ છે એક સારો છે તો બીજો ખરાબ છે ઓનલાઈન શિક્ષણની સાથે કેટલાક ગેરફાયદા પણ સંકળાયેલા છે જે નીચે મુજબ છે.
~ ઓનલાઇન શિક્ષણથી ઘણા બધા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે કારણકે બધા જ બાળકો પાસે સ્માર્ટફોન લેપટોપ ટેબલેટ હોતા નથી.
~ઘણા પરિવારોમાં બે કે ત્રણ બાળકો હોય છે જ્યારે તેની સામે એક જ સ્માર્ટફોન હોવાથી બધા જ બાળકોને સરખો ન્યાય મળતો નથી જેથી તેઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહી જાય છે.
~ ઘણા ગામડાઓ અને શહેરોમાં નેટવર્ક ખરાબ હોવાથી સ્માર્ટફોન કે કોમ્પ્યુટરની સુવિધા હોવા છતાં ઓનલાઇન શિક્ષણનો લાભ મેળવી શકાતો નથી.
~ ઓનલાઇન શિક્ષણથી બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે જેમ કે લાંબા સમય સુધી મોબાઇલ કે કમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી આંખોની તકલીફ પેદા થાય છે તેમજ વધારે પડતા હેડફોન ના ઉપયોગથી કાનમાં બહેરાશ આવવાની સંભાવના વધી જાય છે.
~ ઓનલાઇન શિક્ષણ થી વિદ્યાર્થી આળસુ થતો જાય છે.
~ઓનલાઇન શિક્ષણથી રમત ગમત, યોગા, પ્રતિયોગિતા જેવી ઘણી પ્રવૃત્તિઓથી બાળક વંચિત રહી જાય છે.
• આમ કોરોના જેની મહામારીમાં ઓનલાઇન શિક્ષણ ખૂબ જ લાભદાયી નીવડ્યું છે છતાં તેના અન્ય પાસા રૂપે વિદ્યાર્થી પર તેની આડઅસર પણ જોવા મળી છે.