વિશ્વ હૃદય દિવસ | World Heart Day
🖊️ 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
🖊️ વર્ષ 2000થી આ દિવસ પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે.
શરૂઆતમાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે આ દિવસ ઉજવવામાં આવતો હતો પરંતુ વર્ષ 2014 થી 29 સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઉજવાય છે.
🖊️ ઉદ્દેશ :
➡️આ દિવસ પુરા વિશ્વમાં હૃદયથી સંબંધિત બીમારીઓ અને તેને સ્વાસ્થ્યની જાળવણી માટે તથા હૃદય રોગ એક ગંભીર સમસ્યા છે તેના વિશે જાગૃતતા ફેલાવવા માટે ઉજવાય છે.
🖊️ કેવા લોકોને હૃદય રોગ નું જોખમ વધુ છે?
➡️ નિષ્ક્રિય જીવનશૈલી,અતિશય તણાવ,હાઇપરટેન્શન,ડાયાબિટીસ, ધુમ્રપાન સેવન, જેમનો કોલેસ્ટ્રોલ વધુ હોય તેવા લોકોને હૃદયરોગનું જોખમ વધુ રહે છે.
🖊️ વિશ્વમાં એક વર્ષમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં 29% લોકો હૃદય રોગની બીમારીથી મૃત્યુ પામે છે.
🖊️ એક અનુમાન અનુસાર આજે ભારતમાં હૃદયરોગી લોકો ની સંખ્યા 10.2 કરોડ છે.
🖊️ હૃદય
➡️ મનુષ્યનું હૃદય શંકુ આકારનું હોય છે તેનું કદ એક મુઠ્ઠી જેવડું હોય છે.
➡️ હૃદય આપણા શરીરના બે ફેફસા વચ્ચે સહેજ ડાબી બાજુ આવેલું છે.
➡️ હૃદય નું વજન માત્ર 250 થી 300 ગ્રામ જેટલું હોય છે.
➡️ હૃદય એક તંદુરસ્ત પુખ્ત માણસના શરીરમાં દર મિનિટે પાંચ થી છ લિટર રુધિર રક્તવાહિનીઓમાં ધકેલે છે.
➡️ માનવ હૃદય એક મિનિટમાં 72 વખત ધબકે છે.