શ્રીમતી એની બેસન્ટ નો જન્મદિવસ
🖊️ જન્મ- 1 October 1847 લંડન (યુકે)
🖊️ અવસાન - 20 September 1933 (તમિલનાડુ)
🖊️ અન્ય નામ - આયર્ન લેડી
🖊️ તેઓ એક આયરીશ મહિલા હતા.
🖊️ શ્રીમતી એની બેસન્ટ અગ્રણી આધ્યાત્મિક, મહાન સમાજસુધારક, સ્વાતંત્ર સેનાની,મહિલા અધિકારોની સમર્થક, વક્તા અને લેખક હતા.
🖊️ તેઓ હિન્દમાં હોમરૂલ આંદોલનના મુખ્ય પ્રણેતા હતા.
🖊️ વર્ષ 1889માં થિયોસોફીકલ સોસાયટીમાં જોડાયા અને ત્યારબાદ 1893માં હિંદમાં વસવાટ કર્યો.
🖊️ વર્ષ 1907માં તેઓ થિયોસોફીકલ સોસાયટીના પ્રમુખ બન્યા હતા.
🖊️ થિયોસોફિકલ સોસાયટી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.
🖊️ થિયોસોફિ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે. થીયો એટલે ઈશ્વર અને સોફિયા એટલે જ્ઞાન.આમ થિયોસોફિ શબ્દનો અર્થ ઇશ્વર સંબંધી જ્ઞાન એવો થાય છે.
🖊️ તેઓએ બનારસ સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કરી હતી, પછીથી તે વર્ષ 1916માં બનારસ હિંદુ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઇ હતી.
🖊️ તેઓ શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું હતું,તેઓએ સમાજમાં ફેલાયેલા અનિષ્ટોને દૂર કરવા સતત પ્રયત્ન કર્યા હતા અને વિધવા વિવાહ ને પ્રોત્સાહન આપ્યું હતું.
🖊️ વર્ષ 1916માં ચેન્નઈમાં ચેન્નઈ હોમરૂલ લીગ ની સ્થાપના કરી અને ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ સક્રિય બનાવી.
🖊️ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ શ્રીમતી એની બેસન્ટ હતા.
🖊️ મહાત્મા ગાંધીએ તેમને વસંતદેવી ની ઉપાધિ આપી હતી.