Mahatma Gandhi | મહાત્મા ગાંધી | 2 October

 ગાંધી જયંતિ

મોહનદાસ કરમચંદ ગાંધી


🖊️ જન્મ - 2 October 1869 (પોરબંદર)

🖊️ જન્મ તિથિ - ભાદરવા વદ બારસ (રેટિયા બારસ)

🖊️ અવસાન - 30 January 1948 (નવી દિલ્હી)

🖊️ પૂરું નામ - મોહનદાસ કરમચંદ ગાંધી

🖊️ પિતા - કરમચંદ ઉત્તમચંદ ગાંધી

🖊️ માતા - પુતળીબાઈ કરમચંદ ગાંધી

🖊️ પત્ની - કસ્તુરબા

🖊️ ગાંધીજી ના લગ્ન 13 વર્ષની ઉંમરે થયા હતા.

🖊️ બાળકો - હરિલાલ ગાંધી, મણિલાલ ગાંધી, રામદાસ ગાંધી, દેવદાસ ગાંધી

🖊️ મહાત્મા ગાંધીજીની વર્ષગાંઠને દર વર્ષે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

🖊️ આ દિવસ ઉજવવાના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા જૂન 2007માં પસાર કરવામાં આવ્યો હતો.

🖊️ ગાંધીજી ને મહાત્મા નામથી સૌપ્રથમ રાજવૈધ જીવતરામ કાલિદાસે વર્ષ 1915માં સંબોધ્યા હતા.

 🖊️ મહાત્મા ગાંધીનો જન્મ છે ઘરમાં થયો હતો તે "કીર્તિમંદિર" નામે ઓળખાય છે

 🖊️ તેની એક ખાસિયત એ છે કે કીર્તિ મંદિર ની ઊંચાઈ ગાંધીજીના આયુષ્ય જેટલી એટલે કે 79 ફુટ રાખવામાં આવી છે.

 🖊️ ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર નાનજીભાઈ કાલિદાસ એ બંધાવ્યું હતું.

 🖊️ ગાંધીજી રાજકોટ અને મુંબઈની અસફળ વકીલાત પછી 1893માં આફ્રિકા ગયા હતા, દક્ષિણ આફ્રિકામાં તેમણે વર્ષ 1904 થી 1914 સુધી ઈન્ડિયન ઓપિનિયન સપ્તાહિક નું સંપાદન કર્યું હતું.

 🖊️ તેઓ વર્ષ 1915માં હિન્દ પાછા આવ્યા હતા અને અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી.

 🖊️ મહાત્મા ગાંધીએ આઝાદીના સંઘર્ષકાળ દરમિયાન લગભગ 17 વખત ઉપવાસ કર્યા હતા જેમાંથી સૌથી લાંબા ઉપવાસ 21 દિવસના હતા.

 🖊️ ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે, સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને ૬ જુલાઇ ૧૯૪૪ના રોજ રંગૂનના રેડિયો સ્ટેશન થી "રાષ્ટ્રપિતા" કહીને સંબોધ્યા હતા.

 🖊️ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજીએ કરી હતી.

 🖊️ મહાત્મા ગાંધીએ અમદાવાદ મિલ સત્યાગ્રહને ધર્મયુદ્ધ નુ નામ આપ્યું હતું.

 🖊️ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજીના અંગત સચિવ હતા.

 🖊️ ગાંધીજીને અંજલિ આપતું હરિનો હંસલો કાવ્ય કવિ શ્રી બાલમુકુન્દ દવે લખ્યું છે.

🖊️ ગાંધીજી ની બકરી નું નામ નિર્મલા હતું.

🖊️ ગાંધીજીની સમાધિ "રાજઘાટ" તરીકે ઓળખવામાં આવે છે.


 📝 ગાંધીજી ના પ્રમુખ સત્યાગ્રહો📝

➡️ ખેડા સત્યાગ્રહ - 1918

➡️ બારડોલી સત્યાગ્રહ - 1928

➡️ દાંડીકૂચ - 1930

➡️ અસહકારનું આંદોલન - 1920


📝 ગાંધીજીનું સાહિત્ય ક્ષેત્રે પ્રદાન📝

➡️ સત્યના પ્રયોગો (આત્મકથા)

➡️ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

➡️ હિન્દ સ્વરાજ

➡️ મંગલ પ્રભાત

➡️ સત્યાગ્રહનો ઈતિહાસ

➡️ મારો જેલનો અનુભવ

➡️ સર્વોદય


Previous Post Next Post

એક વિચાર | ek vichar