World Food Day | વિશ્વ ખાદ્ય દિન

 વિશ્વ ખાદ્ય દિન



➡️ દર વર્ષે 16 ઑક્ટોબર વિશ્વ ખાદ્ય દિનની ઉજવણી થાય છે.


➡️ જગતમાં આજે પણ અનેક લોકો છે જે ભૂખમરા સામે લડી રહ્યા છે, આ મામલે વિકાસશીલ અને વિકસિત દેશોની કોઈ જ ફરક પડતો નથી.

➡️ એક અંદાજ મુજબ 2050 સુધી જગત ની વસ્તી 9 અબજ હોવાનું અનુમાન છે, જેમાંના 80 ટકા લોકો વિકાસશીલ દેશોમાં રહેતા હશે. આટલી મોટી વસ્તી માટેના ખોરાકની સમસ્યા કેવી રીતે હલ કરવી એ આજના જગતની સામેનો મોટો પડકાર છે.

➡️ દુનિયાના એક તરફ એવા લોકો છે જેમના ઘરમાં ખૂબ ખોરાક બરબાદ થાય છે અને ફેકી દેવાય છે, જ્યારે બીજી તરફ એવા લોકોનો તોટો નથી જેમને દિવસના એક ટંકનું ભોજન પણ નસીબ થતું નથી.

➡️ ખોરાકની આ અસમાનતા જોતાં જ દર વર્ષે 16 ઓક્ટોબરે "વિશ્વ ખાદ્ય દિવસ" ઊજવવાની શરૂઆત થઇ હતી.


➡️ સંસારમાં વિસ્તરેલા ભૂખમરા પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને એ ભૂખમરાને ખતમ કરવા માટે 1980 થી 16 ઓક્ટોબરનો દિવસ વિશ્વ ખાદ્ય દિન રૂપે મનાવવાની શરુઆત થઇ હતી.

Previous Post Next Post

એક વિચાર | ek vichar