28 ઓક્ટોબર જહાંગીરનો નિર્વાણ દિવસ
આવો મિત્રો જાણીએ જહાંગીર વિશેની કેટલીક અવનવી વાતોને...
➡️ જન્મ - 31 ઑગસ્ટ 1569
➡️ અવસાન - 28 ઓકટોબર 1627
➡️ જહાંગીર નું પૂરું નામ નૂર-દ્દીન-મુહંમદ સલિમ હતું,તેમને શેખ બાબુ ના નામથી પણ ઓળખવામાં આવતા હતા અને તેઓ ચોથા મુગલ બાદશાહ હતા.તેમના પિતાનું નામ અકબર હતું.
➡️ અકબરને ત્રણ પુત્રો હતા જહાંગીર, મુરાદ,અને દાનિયલ. જહાંગીરને સલીમ ના ઉપનામથી ઓળખવામાં આવતો હતો. તેમજ તે ચિત્રકલાનો પણ શોખીન હતો, જહાંગીરના સમયગાળાને ઇતિહાસમાં ચિત્રકલા નો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે.
➡️ જહાંગીરના શાસન કાળની વાત કરીએ તો તેણે ગુજરાતમાં પ્રથમ સૂબેદાર તરીકે કુલીઝખાનને મોકલ્યો હતો, તે સિવાય જહાંગીરે 1609માં ભરૂચમાં એક મસ્જિદ બનાવી હતી. 1 ડિસેમ્બર 1617ના રોજ જહાંગીર દાહોદ આવી પહોંચ્યા હતા અને 29 ડિસેમ્બર 1617ના રોજ દરિયો જોવા માટે નડિયાદ થઈને ખંભાત પહોંચ્યા હતા.
➡️ જહાંગીર ની એક મહત્વની આવકારદાયક વાત એ હતી કે તેણે હાથ, નાક અને કાન કાપવાની સજા રદ કરી હતી. તે ન્યાયપ્રિય શાસક તરીકે ખ્યાતી પામ્યો હતો. તેને પોતાના મહેલની દિવાલ પર એક મોટો ઘંટ લગાવ્યો હતો જે પ્રજા કોઈપણ સમયે વગાડીને પોતાની સમસ્યા રજૂ કરી શકતી હતી. જેને ઇતિહાસમાં ઇન્સાફ કી ઝંઝીર તરીકે ઓળખવામાં આવે છે.
➡️ મહત્વની વાત એ છે કે સલીમ અને અનારકલીની ખૂબ જ પ્રખ્યાત અને કાલ્પનિક પ્રેમ કહાની પર બનેલી ફિલ્મ મુગલ-એ-આઝમ ભારતની મહાન ફિલ્મોમાં ગણાય છે.
➡️ જહાંગીરનું સમાધિ સ્થળ શાહદરા (લાહોર) ખાતે આવેલું છે.
➡️ જહાંગીર ની આત્મકથા નું નામ તુઝુક - એ - જહાંગીર છે.