આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ
➡️ આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ વર્ષ 1969 માં ઇલેક્ટ્રોનિક સંદેશ મોકલવા માટે ઇન્ટરનેટના સૌપ્રથમ ઉપયોગ ની વર્ષગાંઠ નિમિત્તે 29 ઓકટોબરને પૂરા વિશ્વમાં ઉજવવામાં આવે છે.
➡️ 2005ના વર્ષથી આ દિવસ દૂરસંચાર અને પ્રૌદ્યોગિકીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ તરીકે ઉજવાય છે.
➡️ આગળ જોયું તે પ્રમાણે ઇન્ટરનેટની શરૂઆત વર્ષ 1969માં થઈ હતી જ્યારે આ દિવસ ઊજવવાની શરૂઆત 2005થી થઈ હતી.
➡️ ચાર્લી ક્લાઈન નામના વ્યક્તિએ સૌપ્રથમ વખત વર્ષ 1969માં ઈન્ટરનેટ સંદેશ મોકલ્યો હતો.
➡️ ઇન્ટરનેટ એ તો બધા કમ્પ્યુટર વચ્ચેનું નેટવર્ક છે જેમાં વપરાશકર્તા વિવિધ ચેનલથી માહિતીની આપ-લે કરે છે.
➡️ તમે જાણો છો તે પ્રમાણે ઈન્ટરનેટ માંથી જે માહિતી મળતી હોય છે તેમાંની મોટા ભાગની માહિતી ઇન્ટર લીંકડ - હાઈપર ટેક્સ્ટ ડોક્યુમેન્ટ થી બનેલ વર્લ્ડ વાઈડ વેબ (WWW) સ્વરૂપે હોય છે.
➡️ ઇન્ટરનેટ નું પૂરું નામ ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક છે.
📖 ચાલો જાણીએ ઉપરની બાબતો સિવાયના કેટલાક તથ્યો જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.
📝 ઇન્ટરનેટ પર વેબસાઈટ લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય પાર્ટી BJP છે.
📝 ભારતમાં કેરળ એવું પ્રથમ રાજ્ય છે જેણે ઈન્ટરનેટ ઉપલબ્ધીને મૂળભૂત માનવ હક તરીકે જાહેર કર્યું છે.
📝 ઇન્ટરનેટ ક્ષેત્રે ખાનગી માહિતીમાં અનઅધિકૃત પ્રવેશ ને હેકિંગ કહેવાય છે.
📝 રાજ્ય સરકાર દ્વારા ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલી ઇન્ટરનેટ પ્રણાલી e - procurement છે.
📝 ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડ બેન્ડ ઇન્ટરનેટથી જોડવા ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં લાવવામાં આવી છે.