ત્રિભુવનદાસ પટેલ
🎂22 ઓક્ટોબર ત્રિભુવનદાસ પટેલ નો જન્મદિવસ 🎂
➡️ જન્મ - 22 ઓકટોબર 1903 (આણંદ)
➡️ અવસાન - 3 જૂન 1994 (91 વર્ષ ની વયે આણંદ)
➡️ પુરું નામ - ત્રિભુવનદાસ કિશીભાઇ પટેલ
➡️ ત્રિભુવનદાસ પટેલ ના અભ્યાસ ની વાત કરીએ તો તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો અને અભ્યાસકાળ દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા અને આજીવન તેમના અનુયાયી બનીને રહ્યા હતા.
➡️ ત્રિભુવનદાસ પટેલ ગાંધીજી સાથે મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા અને તેના લીધે તેમને 1930 માં જેલ પણ થઇ હતી.
➡️ હરિજન સેવક સંઘના અધ્યક્ષ તરીકે તેમણે વર્ષ 1948 થી 1983 સુધી સેવા આપી હતી.
➡️ ત્રિભુવનદાસ પટેલે ખૂબ જ મહત્વની ગણાતી અમૂલ ડેરીની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમણે વર્ષ 1950માં વર્ગીસ કુરિયન નામના એક યુવાન વ્યક્તિને મેનેજર તરીકે નોકરીએ રાખ્યો હતો.વર્ગીસ કુરિયનને આજે ભારતમાં શ્વેતક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
➡️ જ્યારે ત્રિભુવનદાસ પટેલ ને ભારતમાં સહકારી ચળવળના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
🏆 ત્રિભુવનદાસ પટેલને મળેલા કેટલાક મહત્વના એવોર્ડ🏆
🏅 રોમન મેગ્સેસ એવોર્ડ - વર્ષ 1963
🏅 પદ્મવિભૂષણ - વર્ષ 1964
📝 ચાલો મિત્રો ત્રિભુવનદાસ પટેલે સ્થાપેલી અમૂલ ડેરીના કેટલાક તથ્યો જાણીએ જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વના છે📝
➡️ AMUL નું પુરું નામ - Anand Milk Union Limited
➡️ અમૂલ ની સ્થાપના - 14 ડિસેમ્બર 1946
➡️ અમૂલનું મુખ્યાલય - આણંદ
➡️ અમૂલના સ્થાપક - ત્રિભુવનદાસ પટેલ