રથયાત્રા, RATHYATRA


💐 રથયાત્રા 💐

➡️ રથયાત્રા એ ભારત દેશના ઓડિશા રાજ્ય ના પૂરી ખાતે ભગવાન જગન્નાથ સાથે સંકળાયેલ હિંદુ ઉત્સવ છે.
➡️ તે ભારત અને વિશ્વની સૌથી જૂની રથયાત્રા છે.
➡️ ઓડિશાના પુરી ખાતે 9 દિવસીય રથયાત્રાનો પ્રારંભ થાય છે.
➡️ રથયાત્રા ઓડિશાના પુરી ખાતે આવેલ પ્રસિદ્ધ જગન્નાથ મંદિર થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગુડીચા મંદિર સુધી યોજાય છે.આ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઇ શ્રી બલરામ, અને નાની બહેન સુભદ્રાજી નવ દિવસ રોકાય છે
➡️ ભગવાન જગન્નાથ અને ગુડીચા મંદિર વચ્ચેના સંબંધમાં જગન્નાથજીના માસીનું ઘર હોવાનું મનાય છે.




પુરી રથયાત્રા ની વિશેષતા :
• પુરી એ હિન્દુ ધર્મના ચાર ધામ પૈકીનું એક ધામ છે.
•હિન્દુ ધર્મના ચાર ધામ :
    1. પુરી
    2. રામેશ્વરમ
    3. દ્વારકા
    4. બદ્રીનાથ

• આ રથયાત્રાનું વર્ણન બ્રહ્મા પુરાણ, સ્કંધ પુરાણ અને પદ્મ પુરાણ તથા કપિલ સંહિતામાં જોવા મળે છે.
• જગન્નાથજીની આ રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રા છે.

કથાવસ્તુ

• આ રથયાત્રા પાછળ એક એવી માન્યતા સંકળાયેલી છે કે બહેન સુભદ્રાજીની દ્વારકા ભ્રમણ ની ઇચ્છા પૂરી કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના મોટા ભાઈ બલરામે અલગ-અલગ રથોમાં બેસીને બહેન સુભદ્રાજી ને રથયાત્રા કરાવી હતી આ માન્યતા મુજબ રથયાત્રાનો ઉત્સવ દર વર્ષે અષાઢી બીજના દિવસે ઉજવવામાં આવે છે.

ગુજરાતમાં યોજાતી રથયાત્રા :
• ગુજરાતમાં આવેલ અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરેથી દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે શ્રી જગન્નાથ ભગવાન તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની રથયાત્રા હર્ષોલ્લાસથી નીકળે છે.
• અમદાવાદમાં યોજાતી રથયાત્રા વિશ્વની ત્રીજી સૌથી મહાન અને સૌથી મોટી રથયાત્રા છે.

• વિશ્વની સૌથી મોટી રથયાત્રા
 1. ઓડીસા (પુરી ખાતે)
 2. પશ્ચિમ બંગાળ (કોલકાતા)
 3. ગુજરાત (અમદાવાદ)

• વિશ્વના લગભગ 108 દેશમાં રથયાત્રા યોજાય છે.





રથયાત્રા અમદાવાદ 2021

• આ વર્ષે કોરોના મહામારી ને ધ્યાને લઇ સરકારે કેટલીક શરતોને આધીન રથયાત્રા યોજવાનો નિર્ણય લીધો હતો
• રથયાત્રાના સમગ્ર 19 કિ.મી.ના રૂટ પર કર્ફ્યું લગાવી
રથયાત્રા દરમિયાન પ્રસાદ વિતરણ કરવાની પણ મનાઇ ફરમાવવામાં આવી હતી.
• દર્શનાર્થીઓ રથયાત્રામાં જોડાઇ શકશે નહીં તથા તમામ ભક્તોને ઓનલાઇન માધ્યમથી દર્શન કરવા જણાવ્યું હતું.
• મંદિરમાં નેત્રોત્સવ અને ધ્વજા રોહણ વિધિ યોજવાની હતી.

• ઉપર મુજબના નિયમ આધીન અમદાવાદની 2021 ની રથયાત્રા યોજવામાં આવી હતી.



Previous Post Next Post

એક વિચાર | ek vichar