• નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં નેશનલ હાઇવે નંબર 27 પર ગુજરાતનો સૌથી લાંબો ફોરલેન એલિવેટેડ કોરિડોર પુલ તૈયાર કરવામાં આવ્યો છે.
• તે ગુજરાતના પોરબંદર અને આસામના સિલચરને જોડતો East-west કોરીડોર છે.
• ડીસા શહેરમાં જોવા મળતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યો છે.
• હાલમાં આ બ્રિજને ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર તરીકે સ્થાન મળ્યું છે.
• બ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પર LED લાઇટિંગ ને કારણે રાત્રે તેની શોભામાં અનેક ઘણો વધારો થાય છે.
• કુલ 107 પિલર નો ઉપયોગ કરી 3.750 કિલોમીટર લંબાઈનો પુલ તૈયાર કરવામાં આવેલો છે.
• આ પુલમાં કુલ ₹ 222 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તથા પુલની બનાવટમાં અંદાજિત 80 હજાર ઘન મીટર જેટલું કોંક્રિટ વપરાયું છે.
• પહેલી નજરે જોતા સાપના લિસોટા જેવો દેખાતો આ પુલ ગુજરાતની શાન બન્યો છે જે સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે.