• 18 જુલાઇ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પૂરું નામ - નેલ્સન રોહિહલ્લા મંડેલા
• જન્મ - 18 જુલાઇ 1918
• મૃત્યુ - 5 ડિસેમ્બર 2013
•મંડેલાએ University of fort hare અને University of witwatersrand માંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું.
• તેઓ johannesburg માં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.
• નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકાનાં ગાંઘી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને શ્વેત ક્રાંતિના પ્રણેતા, લોકતંત્રના પ્રથમ સ્થાપક, રાષ્ટ્રીય મુક્તિદાતા અને ઉધ્ધારકર્તા જેવા બિરુદ મળ્યા છે.
• તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ 27 વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હતો. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ (Robin Island) પર અને પછી પોલ્સમૂર જેલ (pollsmoor prison)અને વિક્ટર વર્સટર જેલ(victor verster prison)માં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી 1990માં તેમને જેલમુક્ત કરાયા હતા.
• પછી તેમને 1994 થી 1999 સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા.
• આ હોદ્દો ધારણ કરનારા તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત (કાળા) હતા. તેઓ 1991 થી 1997 સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા.
• આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ તે 1998 થી 1999 દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.
આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ
• નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 18 જુલાઈના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તેમ જ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મ દિવસની યાદમાં મનાવવામાં આવે છે.
• આ દિવસ માટેનો નિર્ણય 18 જુલાઈ 2010 ના રોજ, જ્યારે મંડેલા 92 વર્ષના થયા ત્યારથી દર વર્ષે ઉજવણી કરવા માટે લેવામાં આવ્યો હતો.
• United Nations general assembly(યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી)ના પ્રમુખ અલી ટ્રેકીએ જણાવ્યું હતું કે આ નિર્ણય એક મહાન વ્યક્તિનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો હતો, જેમણે નહીં માત્ર સામાન્ય લોકોની સુખાકારી માટે કામ કર્યું, પરંતુ તે માટેની કિંમત પણ ચુકવી.
• મંડેલાએ તેમના જીવનના મોટા ભાગની ઉંમર (27 વર્ષ) કારાવાસ ખાતે વિતાવી હતી. કારાવાસ દરમિયાન તેઓ સૌથી વધુ સમય (captown)કેપ ટાઉન શહેરના કિનારે વસેલ કુખ્યાત રોબેન ટાપુની જેલમાં રહ્યા હતા.
• તેમના 91 મા જન્મ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ (સેક્રેટરી જનરલ) બાન કી મૂને જણાવ્યું હતું કે - "મંડેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ આદર્શોના પ્રતીક છે. મંડેલાને આ આદર તેમની શાંતિ સ્થાપના, રંગભેદ દૂર કરવા,માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ સમાનતાની સ્થાપના માટે તેમના સતત પ્રયાસો માટે આપવામાં આવે છે."
આફ્રિકાના ગાંધી |